Posts

રક્તદાન કરો-જીવન બચાઓ

Image
દર વર્ષે વિશ્વભરમાં ૧૪ જૂનના દિવસને ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનીઝેશન) દ્વારા ૨૦૦૪ થી ઉજવવામાં આવે છે. ૧૪ જૂન એ કાર્લ લેન્ડસ્ટેઇનર નામના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકની જન્મજયંતિ છે કે જેણે બ્લડ ગ્રુપની શોધ કરી હતી. ખાસ તો આ દિવસને લોકોમાં રક્તદાનની જરૂરિયાત અંગે તથા રક્તદાતાઓનો આભાર માનવા માટે ઉજવવામાં આવે છે. દર વર્ષે WHO આ દિવસ માટે એક સ્લોગન (સૂત્ર) નક્કી કરે છે. આ વર્ષનું સ્લોગન છે - ‘‘ Be there for someone else. Give blood. Share life”. લોહીની જરૂરિયાત વિવિધ પ્રકારની સારવાર તથા આપાતકાલીન સમયે ખાસ પડે છે. રક્તદાન એ જીવલેણ બીમારીથી પીડાતા દર્દીઓને લાબું જીવાડવામાં મદદ કરે છે અને જટિલ મેડિકલ તથા સર્જીકલ પ્રોસિજરમાં પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત લોહીની જરૂર કેટલાય પ્રકારની ઇમર્જન્સી પરિસ્થિતિ જેવી કે કુદરતી આફતો, અકસ્માત, યુદ્ધ વખતે થતી ઇજાઓમાં પણ ખુબ જ પડે છે. કોઈપણ દેશમાં કે પ્રદેશમાં આરોગ્ય સેવાઓને અસરકારક બનાવવા માટે દર્દીઓને લોહી તથા લોહીની અન્ય પ્રોડકટ્સ મળી રહે તે અત્યંત અગત્યનું છે. સલામત અને પૂરતા પ્રમાણમાં લોહીમાલી રહે તે...

ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ અથવા જડત્વનો નિયમ

Image
ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ કે જેને જડત્વનો નિયમ પણ કહે છે. તેને સમજતાં પહેલા આપણે કેટલાક સાદા પ્રયોગો કરી લઇએ, જેના દ્વારા આ નિયમ સમજવામાં સરળતા રહેશે. તમે સૌએ આ પ્રયોગ તો કરેલો જ હશે. કાચના ખાલી ગ્લાસ ઊપર પોસ્ટકાર્ડ રાખી તેની ઉપર રૂપિયાનો સિક્કો રાખો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ગ્લાસ પરના કાર્ડને આંગળી વડે એવી રીતે ધક્કો મારો કે તે સીધે સીધુ આગળ નીકળી જાય અને જૂઓ સિક્કાનું શું થાય છે? સિક્કો ગ્લાસની અંદર પડી ગયો ખરૂ ને ! આમ થવાનું કારણ પછી સમજીશું. તમારામાંથી કોઈએ ચાલુ બસે ઊતરવાનો પ્રયત્ન કર્યો છે? જો કર્યો હોય તો તમને અનુભવ હશે કે તમારા પગ જમીન પર પડતાંની સાથે જ સ્થિર થઈ જાય છે, જ્યારે તમારૂ ધડ સહિતનું બાકીનું શરીર આગળની તરફ ઝૂકી જાય છે. અને તમે બરાબર ઊભા પણ નથી રહી શકતા. ટેબલ પર 1 KGનું વજનિયું મૂકો. હવે આ વજનિયાને નમારી ટચલી આંગળી વડે ધક્કો મારવાનો પ્રયત્ન કરી જૂઓ. કેમ શું થયું? વજનિયું માંડ માંડ ખસ્યુ કે ન ખસ્યુ હોય તેવું પણ બને. સાચુ ને! હવે એક ફૂટબોલ કે વોલિબોલના દડાને લો. તમારા મિત્રને કહો કે તે દડાને જમીન પર એવી રીતે ગબડાવે કે જેથી કરીને દડો ટપ્પા ખાધા વિના સરકીને તમારી તરફ આવે....

The Solid State

Image
  Difference between Crystalline and Amorphous CRYSTALLINE SOLIDS AMORPHOUS SOLIDS Atoms are arranged in regular 3 dimension They do not have regular arrangement Sharp melting point No particular melting point Anisotropic Isotropic True solid Pseudo solid Symmetrical Unsymmetrical More rigid Less rigid Long range order Short range order Example: Potassium nitrate, copper Example: Cellophane, polyvinyl chloride Different types of solid Type of Solid Atoms Forces between particles Properties Examples Metallic atoms Metallic bond Soft to hard, low to high melting point, electrical and thermal conductivity, malleable & ductile all metals (M.P- fairy high)  Molecular atoms or molecules Hydrogen bond, dipole-dipole, dispersion (temporary) soft, low to moderately high melting point, poor electrical and thermal conductivity most organic & inorganic compounds (methane, sugar, water) (M.P-low)  Ionic Positive & negative ions electrostatic attractions Hard, brittle, high...

૨૧મી સદીની પ્રથમ શિક્ષણનીતિ-૨૦૨૦

Image
પ્રસ્તાવના ૨૧મી સદી પરિવર્તનની સદી છે. ગતિશીલતા અને પળપળનું આત્યાંતિક પરિવર્તન. ચારે તરફ સર્વત્ર જ્ઞાન-વિજ્ઞાન, ટેક્નોલોજી અને માહિતીનું વાવાઝોડું ફૂંકાયું છે. સદીના વ્યાપક પ્રશ્નો, સમસ્યાઓ છે. ઈન્ટરનેટ અને ટેક્નોલોજીથી નવી પેઢી આવી રહી છે. પરિવર્તન એટલી ઝડપે થઈ રહ્યું છે કે, બધું જ થોડા દિવસોમાં બદલાઈ જાય છે. જૂનું આઉટડેટેડ થઈ જાય છે. આ પરિપ્રેક્ષ્યમાં ગાંધી વિચાર, આજની યુવા પેઢી સ્વીકારશે ખરી ? તે એક વિચારણા માગી લે તેવો પ્રશ્ન છે. 'સમગ્ર જીવન જીવી શકે એવી સુસંવાદી વ્યક્તિઓ પેદા કરવી એ શિક્ષકનું સર્વોત્તમ કાર્ય છે.’ શિક્ષણ અને ટેકનોલોજી સમાજ પરિવર્તન શીલ છે. સમાજ બદલતાં સમાજમાં મૂલ્યો પણ બદલાવા લાગ્યા અને મૂલ્યો બદલાતાં કાળક્રમે પ્રાચીન ગુરુપ્રથા તૂટતી ગઈ અને સમયની સાથે શિક્ષણની પ્રથામાં પણ આમૂલ પરિવર્તન આવતું ગયું. મધ્યકાલીન યુગમાં ગુરુકુળોનું સ્થાન પાઠશાળાઓએ લીધું. આમ પાઠશાળાઓ દ્વારા શિક્ષણ આપવાની પ્રથા ચાલુ થઈ, પરંતુ વિદ્યાર્થીઓ માટેના રહેવાનાં તથા અભ્યાસનાં સ્થળો અલગ થયા. ત્યાર બાદ ધીરે ધીરે અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થતાં હાલની શિક્ષણ પ્રથા અસ્તિત્વમાં આવી. વડનાં ઓટલાં નીચે બ...