૨૧મી સદીની પ્રથમ શિક્ષણનીતિ-૨૦૨૦

પ્રસ્તાવના

૨૧મી સદી પરિવર્તનની સદી છે. ગતિશીલતા અને પળપળનું આત્યાંતિક પરિવર્તન. ચારે તરફ સર્વત્ર જ્ઞાન-વિજ્ઞાન, ટેક્નોલોજી અને માહિતીનું વાવાઝોડું ફૂંકાયું છે. સદીના વ્યાપક પ્રશ્નો, સમસ્યાઓ છે. ઈન્ટરનેટ અને ટેક્નોલોજીથી નવી પેઢી આવી રહી છે. પરિવર્તન એટલી ઝડપે થઈ રહ્યું છે કે, બધું જ થોડા દિવસોમાં બદલાઈ જાય છે. જૂનું આઉટડેટેડ થઈ જાય છે. આ પરિપ્રેક્ષ્યમાં ગાંધી વિચાર, આજની યુવા પેઢી સ્વીકારશે ખરી ? તે એક વિચારણા માગી લે તેવો પ્રશ્ન છે.

'સમગ્ર જીવન જીવી શકે એવી સુસંવાદી વ્યક્તિઓ પેદા કરવી એ શિક્ષકનું સર્વોત્તમ કાર્ય છે.’

શિક્ષણ અને ટેકનોલોજી

સમાજ પરિવર્તન શીલ છે. સમાજ બદલતાં સમાજમાં મૂલ્યો પણ બદલાવા લાગ્યા અને મૂલ્યો બદલાતાં કાળક્રમે પ્રાચીન ગુરુપ્રથા તૂટતી ગઈ અને સમયની સાથે શિક્ષણની પ્રથામાં પણ આમૂલ પરિવર્તન આવતું ગયું. મધ્યકાલીન યુગમાં ગુરુકુળોનું સ્થાન પાઠશાળાઓએ લીધું. આમ પાઠશાળાઓ દ્વારા શિક્ષણ આપવાની પ્રથા ચાલુ થઈ, પરંતુ વિદ્યાર્થીઓ માટેના રહેવાનાં તથા અભ્યાસનાં સ્થળો અલગ થયા. ત્યાર બાદ ધીરે ધીરે અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થતાં હાલની શિક્ષણ પ્રથા અસ્તિત્વમાં આવી.

વડનાં ઓટલાં નીચે બેસી વિદ્યાભ્યાસ કરાવતાં ગુરુઓને સ્થાને હવે એ.સી. ક્લાસમાં બેસી ગ્રીનબોર્ડ અથવા કમ્પ્યૂટર એલ.ઈ.ડી. સ્ક્રીન પર સિલેબસ ચલાવતાં શિક્ષકો આવ્યા છે. પરિણામ સ્વરૂપે મોટા મોટા શહેરોથી માંડી, નાનાં નાનાં ગામડા અને કસ્બાઓ સુધી શાળાઓનો વ્યાપ વધ્યો.

ક્ષેત્ર વિશાળ બન્યું અને શિક્ષક પણ વિશાળ અને વિરાટ બન્યો. દરેક સમયે શિક્ષણમાં નવા નવા પ્રયોગો થતા હોય છે. દરેક જમાનાની માંગ એવી હોય કે, શિક્ષણમાં આમૂલ પરિવર્તન કરવું જ પડે. એ પરિવર્તન થાય છે શિક્ષક દ્વારા શિક્ષક બદલાયો એટલે શિક્ષણ બદલાયું છે.શિક્ષણ પરિવર્તન પામે તો જ સમાજ પરિવર્તન પામે અને એ માટે શિક્ષકનું પરિવર્તન સૌથી પહેલી જ‚રિયાત છે.

શિક્ષણની આજની સંકલ્પના તો સર્વાંગી વિકાસ, જન્મગત શક્તિઓનું પ્રગટીકરણ, વ્યક્તિમત્તાની અભિવ્યક્તિ, રોટલો રળવો અને કોળિયો મીઠો બનાવવો, શ્રેષ્ઠ જે કાંઈ છે તેને બહાર લાવવું-જેવી છે. તેથી જ તો ગાંધીજીએ કહ્યું છે : “બાળક અથવા મનુષ્યના શરીર, મન અને આત્મામાં, શ્રેષ્ઠ જે કાંઈ છે તે બધું બહાર આણવું એને હું શિક્ષણ કહું છું અને જે તે આણી શકે એ જ સાચો શિક્ષક"

આવતી કાલે શિક્ષણ આપવાને બદલે શિક્ષણ મેળવવા માટેનું પર્યાવરણ મહત્ત્વનું બનશે. તેથી તો આઈન્સ્ટાઈનની વાત સાચી પડશે. તેમણે કહ્યું છે કે, ‘હું કદી શીખવતો નથી. હું તો એવા સંજોગો પેદા કરું છું, જેમાં વિદ્યાર્થી શીખે.’ એટલે કે આવતીકાલની શાળાઓ અને તેના વર્ગખંડો આજના છે, તેવા નહીં જ ચાલે. કદાચ દીવાલ વિનાની અને શિક્ષક વિનાની શાળાઓ અસ્તિત્વમાં આવશે. વિદ્યાર્થીએ જ્ઞાન પાસે જવાને બદલે જ્ઞાન ‚મઝુમ કરતું વિદ્યાર્થી પાસે આવશે. શિક્ષણ માટે વિદ્યાર્થીઓનું વિતરણ થવાને બદલે વિદ્યાર્થીઓને શિક્ષણનું વિતરણ થશે પણ તેમ છતાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તો શિક્ષક જોઈશે જ. શિક્ષકે એ માટે તૈયાર રહેવું પડશે.

ટેલિવિઝન,  રેડિયો,  સમાચાર પત્રો જેવાં માધ્યમોને વર્ગમાં લાવવા પડશે. જ્ઞાન વધારે પ્રમાણમાં વ્યક્તિગત આપવું પડશે. કેળવણી જીવન પયર્ર્ંત બની રહેશે. વિદ્યાર્થીઓ જાતે શીખી શકે તેવા કમ્પ્યુટર કાર્યક્રમ આવી ચૂક્યા હશે. ઈન્ટરનેટ કાર્યક્રમો જ્ઞાનનાં દ્વાર ખખડાવી રહ્યા હશે. ચોપડીઓ ઉપરાંત નેટવર્ક અને તેના ઉપર આધારિત હાઈપર્મિડિયા, ઈલેકટ્રોનિક બૂક, ઈલેક્ટ્રોનિક મેલ, ટેલિકોન્ફરન્સ અને ગ્લોબલ ક્લાસ‚મ જેવાં ઉપકરણો શિક્ષણની સેવામાં રોમાંચક ભૂમિકા ભજવશે. આવનારા દિવસોમાં વિડીયો કોન્ફરન્સથી શિક્ષણ આપવાનું પણ પ્રભાવી બનશે. દેશના સારામાં સારા શિક્ષકો વિડીયો કોન્ફરન્સનાં માધ્યમ દ્વારા એક જ સમયે દેશના જુદા-જુદા સ્થાને વિદ્યાર્થીઓને એજ્યુકેટ કરશે.

આ રીતે માસ એજ્યુકેશનનું પ્રમાણ વધશે. હવેના વિદ્યાર્થીઓ ખભે વજનદાર દફતર કે હાથમાં ચોપડાઓનાં થોકડાંઓને બદલે ટેબલેટ કે અન્ય કોઈ આધુનિક ઉપકરણ સાથે આવશે. શિક્ષકે એ માટે પોતાને ઘડવો પડશે. આવા સંજોગોમાં શિક્ષકે વધારે સજ્જ આધુનિક અને ટેક્નોલોજીના જ્ઞાનથી સમૃદ્ધ થવું પડશે.

રાજ્યના શિક્ષકોને ડિજિટલ ટેકનોલોજી વિશે માહિતગાર કરી યોગ્ય સંકલન વડે શિક્ષણને વધુ અસરકારક બનાવવા તથા રાજ્યના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી ઓનલાઈન શિક્ષણ પુરૂ પાડવાના મુખ્ય આશય સાથે આદર્શ શિક્ષકો તૈયાર કરવા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા વિશેષ પહેલ શરૂ કરવામાં આવી છે. કોરોના મહામારીને રોકવાના ભાગરૂપે લાગુ કરાયેલા લૉકડાઉનના કારણે બ્લેક બોર્ડ આધારિત શિક્ષણ વ્યવસ્થા હવે ડિજિટલ માધ્યમ આધારિત થતી જોવા મળી રહી છે. શાળા-કોલેજ 3 મહીના સુધી બંધ હોવાથી ઓન લાઈન એજ્યુકેશન સીસ્ટમ વડે વિદ્યાર્થીઓ સાથે સંપર્ક સાધી શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. શિક્ષકો તથા વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજીનાં સમન્વયથી કેવી રીતે શિક્ષણ કાર્ય ચાલુ રાખવુ એ અંગે જાણકારી હોવી અત્યંત જરૂરી બની છે. આ પરિસ્થિતિમાં રાજ્યના શિક્ષકોને નવી ટેક્નૉલોજીથી અવગત કરવા પણ એટલા જરૂરી છે.  રાજ્યના શિક્ષકોને ડિજિટલ ટેકનોલોજી વિશે માહિતગાર કરી ઓનલાઈન શિક્ષણને વધુ અસરકારક બનાવવાના મુખ્ય ધ્યેય સાથે તાલીમ વર્ગ શરૂ કરાયા છે. ગુજકોસ્ટ દ્વારા 'લર્નિંગ લિંક્સ ફાઉન્ડેશન' સાથે જોડાણ કરી ગુજરાતની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાનાં શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ કોરોના મહામારીમાં ઓનલાઇન શિક્ષણ ખૂબ જ જરૂરી બની ગયું છે. ICT, PPT, YouTube, Education Link, Zoom Classes નો ઉપયોગ વધુ માં વધુ થઈ રહ્યું છે. 

એકવીસમી સદીના જ્ઞાનના  પડકારોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે જ્ઞાન આધારિત એક મજબૂત  રાષ્ટ્ર બનાવવાની અને તેને વૈશ્વિક મહાસત્તા તરીકે સ્થાપિત કરવાની દિશામાં ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020  જાહેર કરી એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું ભર્યું છે. હકીકતમાં, ભારતમાં ઘણા લાંબા સમયથી આ શિક્ષણ નીતિની  જરૂર હતી. દેશમાં એક એવી શિક્ષણનીતિ હોવી જોઈએ  જે વિદ્યાર્થીને  શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સાંસ્કૃતિક રીતે વિકસિત અને કુશળતાથી બનાવી શકે. આ ઉપરાંત  જેમાં જીવંત ભારતીય સંસ્કૃતિનું દર્શન રજૂ થાય.  એક એવી શિક્ષણનીતિ હોય જેમાં ભારતની વૈવિધ્ય સભર ભાષાઓનું જ્ઞાન અને દર્શન વિદ્યાર્થી સુધી પહોચે.

આ શિક્ષણ નીતિમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે કે ઓછામાં ઓછા પાંચ ધોરણ સુધી વિદ્યાર્થીને માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષાના  માધ્યમ દ્વારા શિક્ષણ આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં ધોરણ આઠ અને એનાથી આગળ પણ ભારતીય ભાષાઓમાં શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.  આ ઉપરાંત ત્રિભાષા ફોર્મ્યુલા અંતર્ગત દેવભાષા સંસ્કૃત અને અન્ય પારંપારિક ભાષાઓને વિકલ્પ તરીકે પસંદ કરવાનું પ્રવધાન રાખવામાં આવ્યું છે.

બાળ અવસ્થામાં બાળકના માનસિક વિકાસની ગતિ તીવ્ર હોય છે. એમાં જો માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે તો બાળકની અંદર ચિંતન, સ્મરણ, નિર્ણય જેવાની ક્ષમતા જેવી વૃત્તિઓનો સહજ વિકાસ થાય છે. ભાષા અભિવ્યક્તિનું માધ્યમ તો છે જ સાથે સાથે સંસ્કૃતિની વાહક છે. માતૃભાષામાં અભ્યાસ કરવાથી કરવાથી બાળકના મનમાં નાનપણથી પોતાની ભાષા પ્રત્યે સ્નેહ અને આત્મીયતાનો ભાવ જાગશે. વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના હશે તો તેમની માતૃભાષામાં સારી રીતે નિપુણ થશે  અને ભારતીય સંસ્કૃતિના મજબૂત વાહક બનશે. માતૃભાષામાં લીધેલું જ્ઞાન વિદ્યાર્થીના મષ્ટિષ્ક કે તરત સ્વીકાર્ય બને છે અને એની અમીટ  છાપ પડે છે. પોતાની ભાષા જ બધી ઉન્નતિનો મૂલાધાર છે. જેમકે ભારતેન્દુ હરિશ્ચંદ્રએ કહ્યું હતું ‘નિજ ભાષા ઉન્નતિ હૈ, સબ ઉન્નતિ કો મૂલ’.

ભારતીય બંધારણની કલમ ૩૫૦ (અ) અનુસાર એ પ્રાવધાન છે કે  દરેક રાજ્ય પ્રયાસ કરે કે   ભાષીય લઘુમતી જૂથને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે.  શિક્ષણ અધિકાર અધિનિયમની કલમ 29 (2) મુજબ શૈક્ષણિક સંસ્થાઓ પાસે આપેક્ષા રાખવામાં આવે છે કે શક્ય હોય ત્યાં સુધી  બાળકને એની માતૃભાષામાં શિક્ષણ પ્રદાન કરે. એટલે કે  રાજ્ય સરકારો શાળાઓમાં શિક્ષણની ભાષા નક્કી કરવા માટે સ્વતંત્ર છે. પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી પ્રોફેસર યશપાલના નેતૃત્વ હેઠળ બનાવવામાં આવેલ વિદ્યાલય શિક્ષણ માટે અત્યાર સુધીનો નવીનતમ દસ્તાવેજ રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક 2005″ ના વિભાગ 3..૧.૧ મુજબ શાળાઓમાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોવું જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓ માતૃભાષામાં જ તેમના ઘર,  સામાજિક વાતાવરણની પ્રવૃત્તિઓ શીખે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -1968 ની કલમ 4 (3) મુજબ પણ શિક્ષણના સ્તરમાં સુધારો કરવા અને તેમજ જ્ઞાનના  વિસ્તરણ માટે ભારતીય ભાષાઓ અને સાહિત્યને મજબૂત રીતે વિકસિત કરવામાં આવે. યુનેસ્કોના ૨૦૦૩ના રિપોર્ટ ‘બહુભાષી વિશ્વમાં શિક્ષણ’ના દિશા નિર્દેશ પ્રમાણે માતૃભાષામાં શિક્ષણ આપવાથી શિક્ષણના સ્તરમાં સારો ફર્ક પડે છે અને જ્ઞાન તથા અનુભવમાં વૃદ્ધિમાં મદદ  થાય છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦, ઉપરોક્ત જોગવાઈઓના મુખ્ય ભાગને શામેલ કરીને  સાચા અર્થમાં ભારતીય ભાષાઓને પ્રસ્થાપિત કરવાથી  શાળાઓ અને ઉચ્ચ શિક્ષણમાં બહુભાષાવાદને  પ્રોત્સાહન મળશે.  જેનાથી  શાળાઓ તથા ઉચ્ચશિક્ષણ સંસ્થાઓમાં માતૃભાષામાં વાંચન-મનન પ્રોત્સાહન મળશે.  ત્રિભાષીય સૂત્ર હેઠળ કેન્દ્ર અને રાજય સરકારોની એ જવાબદાર રહેશે કે તે ગુણવત્તાયુક્ત ભાષા શિક્ષકો તૈયાર કરે.  આપણે આઝાદી પછીના સમયની વાત  કરીએ તો આપણી માનસિક ગુલામી જ પ્રદેશિક ભાષાઓના વિકાસમાં બાધક રહી છે. વૈદિક કાળથી લઈને 19 મી સદીના મધ્ય સુધી ભારતમાં શિક્ષણ માટે ગુરુકુલની વ્યવસ્થા હતી અને શિક્ષણનું માધ્યમ સંસ્કૃત અને પ્રાદેશિક ભારતીય ભાષાઓ હતી. પ્રાચીન સમયમાં, ભારતીય શિક્ષણ પ્રણાલી ભારતીય ભાષાઓની તાકાત પર એટલી મજબૂત હતી કે ભારત વિશ્વ ગુરુ હતું. વિશ્વના પ્રાચીન મહાન વિશ્વવિદ્યાલયો  તક્ષશિલા, નાલંદા, વિક્રમશીલા, વલ્લભી ભારતમાં હતા. જ્યાં જ્ઞાન, વિજ્ઞાન , કલા, દર્શન, ધર્મ, વગેરે સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓમાં શીખવવામાં આવતા હતા.  વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ  સંસ્કૃત ભાષામાં છે. આપણા વેદ ઉપનિષદની ભાષા પણ સંસ્કૃત છે. જ્ઞાન, વિજ્ઞાન, તકનીકી સામગ્રી પૌરાણિક સમયમાં અન્ય ક્યાય જોવામાં નથી આવતી. પ્રાચીન કાળથી જ ભારતીય ઋષિઓ, દાર્શનિકો, વૈજ્ઞાનિકોએ આ ભારતભૂમિમાં સંસ્કૃત ભાષામાં જ જ્ઞાન, વિજ્ઞાન, કળા, સાહિત્યના વિભિન્ન ગ્રંથોની રચના કરી છે. જેણે સમગ્ર વિશ્વને દિશા આપી હતી. પરમાણુ શસ્ત્રના જનક મહર્ષિ કણાદ, આયુર્વેદ ગ્રંથના ‘સુશ્રુત સંહિતા’ના રચીયાતા મહર્ષિ સુશ્રુત, રસાયણશાસ્ત્રના આચાર્ય નાગાર્જુન, યોગીક દર્શનના સ્થાપક મહર્ષિ પતંજલિ, ‘આર્યભટ્ટીયમ’ના રચિયતા  આર્યભટ્ તથા વરાહમિહિર, ભાસ્કરાચાર્ય  વગેરેએ સંસ્કૃત ભાષામાં પોતાનાં ગ્રંથોની રચના કરી ભારતમાંથી જ આખા વિશ્વમાં જ્ઞાન-વિજ્ઞાનને પ્રતિષ્ઠિત કર્યું હતું. .

સંસ્કૃત ભાષાની શક્તિ તેમજ તેની વૈજ્ઞાનિકતા જોઇ ડો. બાબાસાહેબ આંબેડકર તેને રાષ્ટ્રીય ભાષા બનાવવાની તરફેણમાં હતા. સંસ્કૃત ભાષા ઘણી બધી ભારતીય ભાષાઓની માતા છે. તે સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક છે અને તકનીકી દૃષ્ટિકોણથી સક્ષમ ભાષા છે. તમિળ ભાષાના લગભગ ૪૨ ટકા  શબ્દો મૂળ સંસ્કૃતના છે. ભારતભરમાં સંસ્કૃતના અધ્યયનથી ભારતીય ભાષાઓમાં એકરૂપતા આવશે એટલું જ નહીં ઉત્તર-દક્ષિણનો ભાષાકીય ભેદ પણ ભૂંસાઈ જશે અને ભારતીય એકતા મજબૂત થશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ત્રિભાષીય સૂત્ર હેઠળ વિદ્યાર્થીઓ ભારતીય ભાષાઓ અને સંસ્કૃત ભાષમાં પ્રવીણતા મેળવી શકશે.

આજે વિદ્યાર્થીઓને ભારતીય ભાષાઓ લખવા અને બોલવામાં નિપુણ બનવાની જરૂર છે. વિશ્વના વિકસિત દેશો અમેરિકા, બ્રિટન, જર્મની, જાપાન, ઇઝરાઇલ, ફ્રાંસ વગેરેની પોતાની બોલચાલની જે ભાષા છે એ જ  તેમની ગણિત તેમજ વિજ્ઞાન જેવા વિષયોની અભ્યાસ ભાષા છે.  એજ એમની વ્યવસાયની ભાષા છે. આ દેશોમાં તેઓ તેમની પોતાની ભાષામાં અભ્યાસ કરાવે છે. આપણે ભારતની ગૌરવપૂર્ણ પરંપરાને યાદ કરી  સમજવું પડશે કે ભારતીય ભાષાઓ ભારતની અસ્મિતાની ઓળખ છે, જે વિવિધતામાં એકતાનું દર્શન કરાવે છે. ભારતીય ભાષાઓ દેશના વહીવટ, વૈજ્ઞાનિક , તકનીકી, વ્યાપારી, વગેરે ક્ષેત્રોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. ભારત અને વિશ્વમાં ફેલાયેલા જ્ઞાનને ભારતીય ભાષાઓના માધ્યમથી  વિદ્યાર્થીઓ સુધી લાવવાની જરૂર છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારતીય ભાષાઓમાં પારંગત યુવાનોના સર્જન માટે સ્પષ્ટ સમજણ  સાથે પ્રબળ ઇચ્છાશક્તિ અને નિશ્ચયની બતાવે છે. પોતાની માતૃભાષામાં જુદી જુદી વિદ્યાઓના અધ્યયનથી શિક્ષણમાં શ્રેષ્ઠતા આવશે તેમજ એવી યુવા પેઢીનું નિર્માણ થશે જે પૂર્ણ રૂપે ભારતીય મૂલ્યો અને પરંપરાઓને સમર્પિત હોય. આ ઉપરાંત આપણા સમાજની જરૂરિયાતો અનુસાર, સક્ષમ, કુશળ ઉદ્યોગસાહસિક યુવાનોનું નિર્માણ કરવાનું શક્ય બનશે, જે સમાજના જુદા જુદા ક્ષેત્રોનું નેતૃત્વ કરી શકશે અને ભારતની ગૌરવપૂર્ણ સંસ્કૃતિનો વાહક બનશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020થી  આવા ઉત્તમ યુવાનોના નિર્માણ સાથે સક્ષમ, મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવાની કલ્પના ચોક્કસપણે સાકાર થશે.

સમાપન

સરકારની નીતિ અને કાર્યક્રમોમાં ગાંધીજીના દેશ અને પ્રજા વિષેના કેટલાક વિચારોનું પ્રતિબિંબ હોઈ શકે, પરંતુ ગાંધીજીનું જીવન દર્શન એથી અનેકગણું વ્યાપક અને વિશાળ છે.ગાંધીજીએ તેમના જીવનમાં માનવ-જીવનના અનેક ક્ષેત્રોને સ્પર્શતા વિચારો રજુ કર્યા છે.લોક-કલ્યાણ અને ગરીબી કે બેકારી દૂર કરવા અંગેની તેમની વિભાવનાને આજની સરકારો ક્યારની ભુલાવી ચુકી છે. ગાંધીજીના વિચારોમાં પણ મોટો ફેરફાર થઇ ચુક્યો છે. વિશ્વશાંતિ અને વૈશ્વિક ભાઈચારા અંગે બાપુના વિચારો આજના ભારતમાં ઘણાને અસ્વીકાર્ય થઇ ચુક્યા છે. પરંતુ આજની પેઢીમાં શિક્ષણ માં પરિવર્તન પણ તેટલું જ જરૂરી છે. ટેકનોલોજી ના યુગમાં નવી શિક્ષણનીતિ પણ તેટલીજ જરૂરી છે. 


રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ગિફ્ટેડ બાળકો અને બાળકી માટેની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય નીતિમાં ધોરણ 6 પછીથી વોકેશનલ સ્ટડીને ઉમેરવામાં આવશે. શિક્ષકોના ટેકા માટે ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહિત કરવાની વાત પણ નવી શિક્ષણ નીતિમાં શામેલ છે. આ માટે, કમ્પ્યુટર, લેપટોપ અને ફોન વગેરે દ્વારા વિવિધ એપ્લિકેશનોનો ઉપયોગ કરીને શીખવાનું રસપ્રદ બનાવવાનું કહેવામાં આવ્યું છે.


Post a Comment

0 Comments