આર. કે. દેસાઈ કૉલેજ ઑફ એજયુકેશન, વાપી
આ ધરતીનો ૩/ ૪ ભાગ દરિયાના પાણીથી ઘેરાયેલો છે. આ પાણી ખારું હોવાથી પીવાના ઉપયોગમાં લેવામાં આવતું નથી. પરંતુ હવે દરિયાના પાણીમાં ઉદભવતા વિશાળ મોજાઓ નો ઉપયોગ વીજળી મેળવવા માટે કરવામાં આવશે અને એટલે જ દરિયાના પાણીને નિરુપયોગી કહી શકાશે નહિ.
સામાન્યતઃ દરિયાના મોજાઓનો પ્રવાહ અનુમાનિત પ્રકારનો એટલે કે ૬ કલાક એક દિશામાં અને બીજા ૬ કલાક વિરુદ્ધ દિશામાં એમ ૨૪ કલાક અવિતરપણે ચાલુ જ રહે છે. તેમાં પ્રચંડ શક્તિ સમાયેલી છે.
હાલમાં પ્રશાંત મહાસાગરના તટ પર દરિયામાં ઉત્પન્ન ના થતા (આપતા અને પાછળ ફરતાં) મોજાઓની વચ્ચે 'પેલામીસ વેવ એનર્જીકન્વર્ટ' અને ટાઈડલ પાવર મશીનો (મરીન કરંટ ટર્બાઇન) દ્વારા વિદ્યુત ટર્બાઇન ફેરવી સંપૂર્ણ સુરક્ષિત અને હરિત વીજળી ઉત્પન્ન કરવાનો પ્રયોગ સફળતાપૂર્વક કરવામાં આવ્યો. યુરોપમાં ઘણા દેશો (આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, પોર્ટુગલ વગેરે) માં ઉપરોક્ત મશીનો દ્વારા રોજ ૧૦૦ મેગાવોલ્ટ જેટલી વીજળી ઉત્પન્ન કરી દરિયાકિનારાના ગામોમાં પહોંચાડવામાં આવી રહી છે. નજીકના ભવિષ્યમાં આવા વધુ મશીનો ગોઠવીને આ વિસ્તારમાં સસ્તી વીજળીનું વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ કરવામાં આવશે.
વર્તમાન સમયમાં વીજળી ઉત્પન્ન કરવા માટે પરંપરાગત ઊર્જાના સાધનો એટલે કે કોલસા, ગેસ ખનીજ તેલ, બાયોગેસ અને પરમાણુશક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. દિવસે-દિવસે ભૂગર્ભમાં કોલસો અને ખનીજતેલના ભંડારો ઓછા થતાં જાય છે તેમ તેમ તેના ભાવ મને આસમાને પહોંચી ગયા છે. એક વિજ્ઞાનિક સંશોધન પ્રમાણે પ્રાકૃતિક સંશોધનો દિવસે દિવસે ઓછા થતા જાય છે. એટલે આવા સાધનો દ્વારા વીજળી મેળવવી ખૂબ જ ખર્ચાળ થતી જાય છે. સાથે સાથે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા પણ વધતી જાય છે એટલે વિશ્વમાં મોટા ભાગના દેશમાં વીજળી મેળવવા માટે ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતો શોધવા માટે પ્રયત્ન શરૂ થયા છે.
સૌથી સસ્તી, શુદ્ધ અને ગ્રીન ઊર્જા મેળવવા માટે મરીન એનર્જી (દરિયાના પાણીના મોજા) દ્વારા વીજળી મેળવવાનો પ્રયોગો હાથ ધરાવવા આવ્યા. દરિયામાં ઉદભવતા વિશાળ મોજાઓમાં (આવતા અને પાછા ઉરતા) પવનશક્તિ કરતા ચાર ગણી શક્તિ હોય છે. તેનાથી ૨૪ કલાક, ૩૬૫ દિવસ અવિતરણ ટર્બાઇન ફેરવીને વીજળી મેળવી શકાય છે એટલે સૂર્યઊર્જા અને પવનઊર્જા કરતાં વધુ સહેલાઇથી અવિરતપણે વીજળી મેળવવા મરીન એનર્જી એક ઉત્તમ વિકલ્પ છે.
પેલામીસ વેવ કન્વર્ટર: આ મશીનની યાંત્રિક રચના રેલવે ટ્રેન જેવી હોય છે.નળાકારના આકારના યાંત્રિક માળખને એકબીજા સાથે એકબીજાની સાથે જોડીને સપાટી પર ગોઠવવામાં આવે છે. તેની અંદરના ભાગે ઉચ્ચ દબાણથી ચાલતા હાઇડ્રોલિક પંપ મુકેલા હોય છે મૂકેલા હોય છે. દરિયામાં ઉત્પન્ન થતા મોજા આ પંપને ફેરવે છે. પંપની સાથે સાથે ગીયર્ડ વિદ્યુત જનરેટર જોડેલ હોય છે. આ યંત્રમાં ભરતી અને વાવાઝોડા વખતે આવતા અતિ પ્રચંડ અનિયંત્રિત મોજાઓને કરવાની રચના પણ હોય છે, જેથી એકધારી વીજળી મેળવી શકાય છે અને પેલામીસની યાંત્રિક રચનાને નુકસાન થતું નથી. આવા અસંખ્ય પેલામીસની શૃંખલા બનાવીને રોજની ૧૦૦૦ મેગાવોલ્ટ વીજળી ઉત્પન્ન કરી મરીન ટેબલ દ્વારા કિનારાના ગામો સુધી પહોંચાડી શકાય છે.
ટાઇડલ પાવર મશીન (મરીન કરન્ટ ટર્બાઇન): આ મશીનની રચના પરંપરાગત પવનચક્કીને મળતી આવે છે. પવનચક્કીને દરિયાકિનારે અથવા જ્યાં ખૂબ પ્રમાણમાં ઝડપી પવન ફૂંકાતા હોય તેવી જગ્યાએ મૂકવામાં આવે છે, જ્યારે ટાઇડલ પાવર મશીનો દરિયાની સપાટી પર અથવા દરિયાની સપાટીથી નીચે શૃંખલા બનાવીને મૂકવામાં આવે છે. અને તેના દ્વારા વિદ્યુત જનરેટરર્સને ફેરવી વીજળી ઉત્પન્ન કરાય છે, જેને મરીન કેબલ્સ ગ્રીડ મારફતે દરિયાકિનારા સુધી છે પહોંચાડાય છે.
ઉપરોક્ત મશીનો દરિયાની સપાટી પર અથવા નીચે મૂકાતા હોવાથી અન્ય વ્યવસ્થાને નડતા હોતા નથી અને અવિરત વીજળીનું ઉત્પાદન થતું રહે છે. હાલમાં ઈંગ્લેન્ડ, ન્યૂજર્સી તથા પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે આવા અસંખ્ય મશીનો લગાડવામાં આવ્યા છે.
હાલમાં તેનું પરીક્ષણ પૂરજોશમાં ચાલે છે, જેનાથી નજીકના ભવિષ્યમાં સસ્તા, હરિત અને પ્રદૂષણરહિત વીજળીનો ઉત્પાદન શરૂ કરવામાં આવશે.
ભારત જેવા દેશોમાં પણ જ્યાં વિશાળ દરિયાકિનારો ઉપલબ્ધ છે, તેનો ઉપયોગ કરીને સસ્તી, પ્રદૂષણરહિત ગ્રીન વીજળી મેળવવાના પ્રયાસો હાથ ધરીને વારંવાર ઉત્પન્ન થતી વીજળીની સમસ્યાનુ નિરાકરણ કરી શકાય છે. તેમાં ગુજરાત રાજ્ય પાસે ૧૬૦૦ કિલોમીટરનો દરિયાકિનારો છે. આ કિનારાનો ઉપયોગ કરીને આવી વીજળી ઉત્પન્ન કરીને નજીકના ગામડાઓને વીજળી પુરી પાડી શકાય તેમ છે.
My 1st article in india highlight newspaper
4 Comments
Waah very nice innovative idea keep updating more
ReplyDeleteThank you☺👍
DeleteVery nice 👌👌
ReplyDeleteThank you ma'm🙂
Delete