રક્તદાન કરો-જીવન બચાઓ


દર વર્ષે વિશ્વભરમાં ૧૪ જૂનના દિવસને ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનીઝેશન) દ્વારા ૨૦૦૪ થી ઉજવવામાં આવે છે. ૧૪ જૂન એ કાર્લ લેન્ડસ્ટેઇનર નામના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકની જન્મજયંતિ છે કે જેણે બ્લડ ગ્રુપની શોધ કરી હતી. ખાસ તો આ દિવસને લોકોમાં રક્તદાનની જરૂરિયાત અંગે તથા રક્તદાતાઓનો આભાર માનવા માટે ઉજવવામાં આવે છે. દર વર્ષે WHO આ દિવસ માટે એક સ્લોગન (સૂત્ર) નક્કી કરે છે. આ વર્ષનું સ્લોગન છે - ‘‘ Be there for someone else. Give blood. Share life”.

લોહીની જરૂરિયાત વિવિધ પ્રકારની સારવાર તથા આપાતકાલીન સમયે ખાસ પડે છે. રક્તદાન એ જીવલેણ બીમારીથી પીડાતા દર્દીઓને લાબું જીવાડવામાં મદદ કરે છે અને જટિલ મેડિકલ તથા સર્જીકલ પ્રોસિજરમાં પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત લોહીની જરૂર કેટલાય પ્રકારની ઇમર્જન્સી પરિસ્થિતિ જેવી કે કુદરતી આફતો, અકસ્માત, યુદ્ધ વખતે થતી ઇજાઓમાં પણ ખુબ જ પડે છે.
કોઈપણ દેશમાં કે પ્રદેશમાં આરોગ્ય સેવાઓને અસરકારક બનાવવા માટે દર્દીઓને લોહી તથા લોહીની અન્ય પ્રોડકટ્સ મળી રહે તે અત્યંત અગત્યનું છે. સલામત અને પૂરતા પ્રમાણમાં લોહીમાલી રહે તે માટે દેશવ્યાપી રક્તદાન માટેના કેન્દ્રો હોવા જરૂરી છે કે જ્યાં રક્તદાતાઓ વિનામૂલ્યે રક્તદાન કરી શકે.


રક્તદાનને લગતી કેટલીક હકીકતો

દર વર્ષે ૧૧૨.૫ મિલિયન બ્લડ યુનિટનું ડોનેટ કરવામાં આવે છે, કે જેમાંથી ૪૮% વિકસિત દેશોમાં થાય છે કે જેંમા વિશ્વની ફકત ૧૯% વસ્તી જ રહે છે. જે દર્શાવે છે કે અલ્પવિકસિત તથા વિકાસશીલ દેશોમાં હજુ પણ ઘણા દર્દીઓને સમયસર લોહી પૂરું પડી શકાતું નથી તથા લોકોમાં રક્તદાન અંગે પૂરતી જાગૃતતા આવેલ નથી.
વિકસિત દેશોમાં લોહીને મૉટે ભાગે હાર્ટ સર્જરી, ટ્રાન્સપ્લાન્ટ સર્જરી, ગંભીર અકસ્માત કે લોહીને લગતા કેન્સર હોય તો જ ચઢાવવામાં આવે છે, જયારે વિકાસશીલ દેશોમાં મૉટે ભાગે પ્રેગ્નન્સી વખતે થતા કોમ્પ્લિકેશન અટકાવવા, બાળકોમાં એનિમિયાની સારવારમાં અને અકસ્માતના કિસ્સાઓમાં લોહી ચઢાવાય છે.
૨૦૧૩માં કરાયેલા સર્વે અનુસાર, વિશ્વના ૫૭ દેશોની અંદર ૧૦૦% રક્તદાન વિનામૂલ્યે તથા સ્વેઇચ્છીક રીતે કરવામાં આવે છે. જયારે ૭૧ દેશોની નદાર ૫૦%થી પણ ઓછું લોહી આ રીતે ભેગું કરાય છે, અને બાકીનું લોહી દર્દીના સાગા વ્હાલાઓ દ્વારા ડેન કરાય છે અથવા તો રક્તદાતાને પૈસાચુકવીને ભેગું કરવામાં આવે છે.. રક્તદાન દ્વારા એકઠું કરવામાં આવેલ દરેક લોહીની HIV , હિપેટાઇટિસ B , હિપેટાઇટિસ સી અને સીફીલીસ માટે લેબોરેટરી તપાસ થવી જોઈએ. પરંતુ, ૩૫ જેટલા દેશોમાં ટેસ્ટ કીટની અછત, સ્ટાફની અછત, તથા લેબોરેટરીની ખરાબ કવોલીટીના લીધે આવા પ્રકારના દરેક ટેસ્ટ થતા નથી.


રક્તદાનના ફાયદા

હૃદય માટે ફાયદારૂપ છે.

રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે. લોહીમાં આયર્ન નું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે. નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્ન નું પ્રમાણ ઘટે છે, કે જેનાથી હાર્ટ અટેકની શક્યતા ૮૮% જેટલી ઘટી જાય છે. આ ઉપરાંત, રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ ૩૩% જેટલો ઘટાડો થાય છે.

નવા રક્તકણોનું ઉત્પાદન વધારે છે.

જયારે રક્તદાન કરવામાં આવે છે, એ સમયે તાત્કાલિક જ શરીર રક્તદાતાના શરીરમાં નવા રક્તકણોનું નિર્માણ શરુ કરી દે છે, અને ૪૮ કલાકની અંદર જ એનું ઉત્પાદન શરુ થઇ જાય છે. અને એક થી બે મહિનાની અંદર જ રાહતદાન સમયે આપેલા લોહી જેટલું લોહી ફરીથી બની જાય છે. આમ, રક્તદાનથી નવા રક્તકાઓનું નિર્માણ શરીરમાં થયા કરે છે, કે જેનાથી શરીરનું સ્વાસ્થ્ય સુધાર છે અને શરીમાં સ્ફૂર્તિ આવે છે.

કેલરી બર્ન કરે છે .

નિયમિત રીતે રક્તદાનથી ઓવરઓલ ફિટનેસ ઈમ્પ્રુવ થાય છે અને એક વખત રક્તદાન કરવાથી ૬૫૦ કેલરી બર્ન થાય છે..

કેન્સરની શક્યતા ઘટાડે છે.

રક્તદાન કરવાથી કેન્સર થવાની શક્યતા ઘટે છે. એક રિસર્ચ અનુસાર રક્તદાનથી લીવર, આંતરડા, પેટ, ફેફસા તથા ગાળાના કેન્સરની શક્યતાઓ ઘટે છે.

ફ્રી હેલ્થ ચેકઅપ .

રક્તદાન સમયે રક્તદાતાનું મીની બોડી ચેકઅપ કરવામાં આવે છે જેમાં તેમાં શરીરમાં હીમોગ્લોબિનનું પ્રાણ ચેક થાય છે, તમનું બ્લડ સુગર અને બ્લડ પ્રેશર ચેક થાય છે તથા અન્ય લહીની તપાસ જેવી કે HIV , હિપેટાઇટિસ B , હિપેટાઇટિસ સી પણ તદ્દન ફ્રી કરવાં આવે છે. આ દરેક ટેસ્ટના રિઝલ્ટ રક્તદાતા સિવાય કોઈને બતાવવામાં આવતા નથી.

રક્તદાન જીવન બચાવે છે .

રક્તદાન કરવાથી કેટલાય લોકોનું જીવન બચાવી શકાય છે અને આ માનવતાપૂર્ણ કાર્યમાં ફાળો આપ્યાનો આનંદ મળે છે, અને કોઈકને નવું જીવન આપી શકાય છે.

રક્તદાન કેટલાય લોકોને મદદરૂપ થાય છે.

રક્તદાનથી ફક્ત દર્દીને જ નહિ પરંતુ દર્દી ઉપર નિર્ભર પુરા પરિવારને મદદ આપી શકાય છે અને સમાજને મદદરૂપ થઇ શક્ય છે કે જેનું કોઈ મૂલ્ય જ નથી.

તો આવો આજે આપણે દરેક મળીને વધુમાં વધુ રક્તદાન કરવાનું પ્રણ લઈએ અને કોઈની જિંદગી બચાવવાં આપણું યોગદાન દઈએ.


Post a Comment

0 Comments