Zea mays

• ચોમાસાની સિઝન શરૂ થાય એટલે તરત જ બજારમાં મકાઈ મળવા લાગે છે. પહેલાં દેસી મકાઈ જ આવતી પણ છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકન મકાઈ લોકપ્રિય બની છે. બહાર ફરવા જઈએ ત્યારે પણ ઠેરઠેર મકાઈની લારી ઊભી હોય ત્યાં બાફેલી મકાઈ ખાવાની નાનાં બાળકો અને મોટા બંનેને ખૂબ મજા આવતી હોય છે.ઘણા લોકોને મકાઈ શેકેલી ભાવતી હોય છે. મકાઈની ખાસિયત એ છે કે તેને બાફવાથી કે શેકવાન તેની ગુણવત્તા બદલાતી નથી. મકાઈ સ્વાદિષ્ટ હોવાની સાથે શરીર માટે પૌષ્ટિક પણ છે. બાળકોએ તો મકાઈ ખાસ ખાવી જોઈએ. બાળકોના વિકાસમાં મકાઈ લાભદાયી બની રહેશે. તેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ, વિટામિન અને કેલ્શિયમ હોય છે. તે બાળવિકાસમાં ઉપયોગી સાબિત થાય છે.

• મકાઈમા  રહેલું કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન હાડકાં મજબૂત બનાવવાનું કામ કરે છે. જો મકાઈ  હોય, મતલબ કે તેનાથી વાયુ ન થતો હોય તો રોજ એક મકાઈ ખાવી જોઈએ. તેનાથી હાડકાં મજબૂત થાય છે. શરીર  તાજગીવાળુ રહે છે. તેની અંદર રહેલું નેચરલ  ગ્લુકોઝ શરીર  માટે લાભદાયી બની રહે છે. વળી તેેેેને બરાબર ચાવીને ખાવી પડતી હોવાથી દાંંત પણ મજબૂત બને છે. મકાઈ ના રેસા પેેટની પાચનશક્તિ મજબૂત  બનાવે છે, તેથી જે બાળકો ને ડાયરિયાની તકલીફ હોય તેેેેમનાં માટે મકાઈ લાભદાયી બની રહેેશે. 

• મકાઈ માં કેેેરોટિનોઈડ, બાયોફલેવનોઈડ અને તેમાં વિટામીન ‘બી’ (થીયામીન, વિટામીન બી6, નીયાસીન, રીબોફ્લોવીન) પણ સારા પ્રમાણમાં મળે છે. તેમાં વિટામીન એ અને વિટામીન ઈ પણ થોડા એવા પ્રમાણમાં મળે છે.લોહીનુું પરિભ્રમણ મજબૂત બને છે. અને તેના અનેકો ફાયદા છેે.