સંખ્યાબંધ પ્રાણી-પક્ષીઓ એવા છે જે આજે દુનિયામાં વર્ષો પહેલા મોટી સંખ્યામાં જોવા મળતા હતાં, પણ સમયાંતરે આ જીવ પૃથ્વી ઉપરથી લુપ્ત થઇ ગયા છે. એવા અમુક પ્રાણીઓ અને પક્ષીઓ વિશે આજે આપણે વાત કરીશું જે વર્ષો પહેલા આ પૃથ્વી ઉપર જોવા મળતા હતાં પણ હવે આ વાત ભૂતકાળ બની ગઇ છે
વર્ષો પહેલાં દુનિયાના વિજ્ઞાાાનીઓ સંખ્યાબંધ જીવ-જંતુઓનો હંમેશ માટે નાશ થાય તે માટે પ્રયત્નો કરતા હતાં, જેમ કે મચ્છર, માંકડ એવા અનેક જીવાણુનંુ પૃથ્વી ઉપર નામોનિશાન ન રહે તે માટે સક્રિય હતા. વિજ્ઞાાાનીઓ અમુક સમય બાદ આ પ્રયત્નો છોડી દીધા હતા, જાણ્યે-અજાણ્યે અનેક જીવ નષ્ટ થઇ ગયા છે. સંખ્યાબંધ પ્રાણી પક્ષીઓ એવા છે જે આ દુનિયામાં વર્ષો પહેલાં મોટી સંખ્યામાં જોવા મળતા હતા, પણ સમયાંતરે આ જીવ પૃથ્વી ઉપરથી લુપ્ત થઇ ગયા છે, એવા અમુક પ્રાણી અને પક્ષીઓ વિશે આજે આપણે વાત કરીશંુ જે વર્ષો પહેલાં આ પૃથ્વી ઉપર જોવા મળતા હતા, પણ હવે આ વાત ભુતકાળની બની ગઇ છે.
વૂલી મેમથ સસ્તનધારી આ પ્રાણી દેખાવે હાથી જેવું લાગતું, પણ તેને જોતાં જ ભય લાગી જાય તેવું હતું, વૂલીનું આખું શરીર વાળથી ઢંકાયેલંુ રહેતું જ્યારે તેને હાથીની જેમ જ મોટા, લાંબા અને તીક્ષ્ણ બે દાંત હતા, અત્યારના હાથીના દાંત એવા તીક્ષ્ણ અને લાંબા નથી હોતા, વૂલી આ દાંત વડે પોતાના દુશ્મનોને માત આપતા, તે મુખ્યત્વે આફ્રિકાનું પ્રાણી છે, આફ્રિકામાં તે ચાર લાખ વર્ષો પહેલાં જોવા મળતા હતા. તેની ઊંચાઇ ૮.૨ ફૂટથી લઇને ૧૦ ફૂટ સુધીની રહેતી, જ્યારે વજન ૬ ટનથી ૯ સુધીનંુ રહેતંુ. વૂલીના નવજાત બાળકોનંુ વજન જ ૯૦ કિલોગ્રામ રહેતંુ. વૂલી આફ્રિકા સિવાય નોર્થ અમેરિકામાં પણ જોવા મળતા. તેમની પ્રજાતિ આજથી દસ હજાર વર્ષ પહેલાં નાશ પામી હોવાનંુ મનાય છે. આ પાછળના કારણમાં ધરતીના વાતવરણનો બદલાવ માનવામાં આવે છે.
તસમાનિયન ટાઇગર તસમાનિયન ટાઇગર મુખ્યત્વે વરુની જ એક જાત છે, પણ તેના શરીરે વાઘ જેવા પટ્ટા હોવાના કારણે તેનું નામ તસમાનિયન ટાઇગર પાડવામાં આવ્યું હતંુ. આ આધુનિક વિશ્વનંુ માંસાહારી પ્રાણી હતંુ, જેની જાતિ ૧૮ અને ૧૯મી સદીમાં પણ જોવા મળી છે. અલબત્ત તસમાનિયન થાયલેસીન જાતિનું સૌથી છેલ્લંુ પ્રાણી હતંુ, કારણ કે બાકીની જાતિ તો ૬૦ લાખ વર્ષો પહેલાં જ નાશ પામી હતી. ૧૮મી સદીમાં તસમાનિયાના દ્વીપ ઉપર આ પ્રાણી વસવાટ કરતું હતંુ, પણ તે જગ્યાએ યુરોપિયન પ્રજા રહેવા આવી ત્યારથી આ જાતિનો શિકાર થવા લાગ્યો. તસમાનિયનના શિકાર ઉપર સરકારી ઇનામ મૂકવામાં આવ્યા અને આમ ધીરે ધીરે માણસોના કારણે તસમાનિયન જાતિ વિલુપ્ત થવા લાગી છેલ્લે ૧૯૩૬માં હોબાર્ટના એક પક્ષી ઘરમાં એકમાત્ર તસમાનિયન ટાઇગર બચ્યંુ હતંુ. તેના મૃત્યુ સાથે આ જાતિ લુપ્ત થઇ ગઇ.
મોઆ મોઆએ પક્ષી જાતિનંુ સૌથી મોટું પક્ષી હતું, અલબત્ત મોઆ પક્ષી હોવા છતાં ઊડી નહોતું શકતંુ. મોઆ દેખાવે શાહમૃગ જેવંુ લાગતંુ પક્ષી હતંુ, તે મુખ્યત્વે ન્યુઝિલેન્ડનું પક્ષી કહેવાતું હતંુ, ઠંડા વિસ્તારના કારણે તેનંુ શરીર પીંછાથી ભરપૂર હતંુ, તેની હાઇટ ૧૨ ફૂટ જેટલી રહેતી તેથી તે આ દુનિયાનંુ એકમાત્ર મહાકાય પક્ષી ગણાતંુ. જ્યારે તેનંુ વજન ૨૨૬ કિલોગ્રામ રહેતું. મોઆની હયાતી આ ધરતી ઉપર ૧૪૦૦ વર્ષ પહેલાની ગણવામાં આવે છે. આ પક્ષીનો અંત પણ વાતાવરણના ફેરફાર અને માનવીના શિકારના કારણે આવ્યો છે. માનવામાં આવે છે કે ૧૪૦૦ વર્ષ પહેલાં માઓ જાતિનો નાશ થઇ ગયો હતો.
ડાયનાસોર કરોડો વર્ષો પહેલાં પૃથ્વી ઉપર ડાયનાસોરનું અસ્તિત્વ હતંુ, છતાં આપણને ડાયનાસોર જાણે અત્યારનંુ જ પ્રાણી હોય તેવંુ લાગ્યા કરે તેનંુ કારણ ડાયનાસોર ઉપર બનેલી અઢળક ફિલ્મો અને તેના વિશેની માહિતી છે. વર્ષો પહેલાં નાશ પામેલા આ જીવના અનેક અવશેષો આપણને અલગ-અલગ જગ્યાએથી મળી આવ્યા છે. અને તે મુજબ વૈજ્ઞાાાનિકોએ ડાયનાસોરની આખી રચના પણ તૈયાર કરી છે. જીવજગતનું આ કદાવર પ્રાણી જો અત્યારના સમયે હયાત હોત તો કદાચ આ દુનિયા જ અલગ હોત. ડાયનાસોર મુખ્યત્વે લેટિન શબ્દ છે, જેનો અર્થ યુનાની ભાષામાં મોટી ગરોળી એવો થાય છે. ડાયનાસોરનું અસ્તિત્વ આ ધરતી ઉપર ૨૩ કરોડ વર્ષ પહેલાં હતંુ. જ્યારે અંતનો સમય સાડા છ કરોડ વર્ષ પહેલાનો છે. અત્યાર સુધીમાં વૈજ્ઞાાાનિકો દ્વારા તેના ૫૦૦ વંશજ અને ૧૦૦૦થી પણ વધારે પ્રજાતિઓની ઓળખ થઇ ચૂકી છે, જ્યારે આનાથી પણ વધારે પ્રજાતિઓ તે સમયે પૃથ્વી ઉપર હયાત હતી તેવંુ વૈજ્ઞાનિકો માની રહ્યા છે. ડાયનાસોરની અલગ-અલગ જાતિમાં કેટલાક બે પગ વાળા તો કેટલાક ચાર પગ વાળા હતા, ઘણા બે પગીયા ડાયનાસોર જરૃરિયાત મુજબ પોતે ચાર પગે ચાલી શકતા હતા. ઘણા શાકાહારી અને શાંત સ્વભાવના તો અમુક શિકારી વૃત્તિ ધરાવતા માંસાહારી હતા. ડાયનાસોરના મળેલા કંકાલ ઉપરથી ઘણા ડાયનાસોર માથે કલગી ધરાવતા તો ઘણાને માથે શિંગડા હતા એવંુ પણ માનવામાં આવે છે. મુખ્યત્વે આ પ્રાણી તેના મહાકાય કદ માટે જાણીતંુ હતંુ, પણ તેની અમુક જાતિ માનવ જેટલી ઊંંચાઇ અથવા તેનાથી નીચી પણ જોવા મળતી હતી.ભારતમાં પણ ડાયનાસોરના અંશો મળી આવ્યા છે. આપણા વૈજ્ઞાાાનિકોએ તેની ખોજ કરી છે, વૈજ્ઞાાાનિકોનું માનવંુ છે કે ૭ કરોડ વર્ષો પહેલાં નર્મદા તટે તેમનો વસવાટ હશે. વૈજ્ઞાાાનિકોનું માનવંુ છે કે મહાકાય ઉલ્કા પૃથ્વી ઉપર પડવાથી ડાયનાસોરની જાતિનો વિનાશ થઇ ગયો હતો
2 Comments
Wow Very much informative keep us updating with such a nice information happy to be with you in blogger 👍👍
ReplyDeleteThank you😊
ReplyDelete