Places in news (world map)



 મેકેન્ઝી નદી, કેનેડા - ભારે ગરમી અને ન્યૂનતમ વરસાદ ને કારણે મેકેન્ઝી નદીમાં પાણી રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યું.

કલેરિયન કિલ્પરટન ઝોન, ઉત્તર પેસિફિક મહાસાગર - વેજ્ઞાનિકોએ આ ઝોનમાં દરિયાઈ તળ પર એવા મેટાલિક નોડ્યુલ્સ શોધ્યા છે, જે પોતાના માટે જાતે ઓક્સિજન ઉત્પન્ન કરે છે.તેને "ડાર્ક ઓક્સિજન" તરીકે ઓળખવામાં આવે છે.

કોટ ડી'આઇવર - સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા અને યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ દ્વારા નિર્મિત મલેરીયાની રસી 'R21/Matrix-M' ને લોન્ચ કરવામાં આવી છે.

ડેવિસ સ્ટ્રેટ પ્રોટો માઇક્રોકૉન્ટિનન્ટ- વેસ્ટ ગ્રીનલેન્ડ નજીક ડેવિસ સ્ટ્રેટ પ્રોટો માઇક્રોકૉન્ટિનન્ટ શોધાયો.

ડેનમાર્ક - ડેનમાર્ક કૃષિ અંગે કાર્બન ટેકસ શરૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો.

તાંઝાનિયા - લેક નેટ્રોન: આંત્યતિક હવામાનના કારણે લેક નેટ્રોન ખાતે ફ્લેમિંગોની વસ્તીમાં સતત ઘટાડો નોંધાયો.

કરનાળી નદી,નેપાળ - આ નદી ઉપર 'અપર કરનાળી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજક્ટ' નિર્મિત કરવામાં આવી રહ્યો છે,જેમાં ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA) એ અંદાજે 290 કરોડનું રોકાણ કર્યું.

ચાગોસ દ્વીપસમૂહ - આ સાર્વભૌમત્વ માટે મોરેશિયસ અને યુનાઈટેડ કિંગડમ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

હુથી બળવાખોરો, યમન - એડનની ખાડી માંથી પસાર થતા જહાજો પર હુમલો.

લેસર સુંડા ટાપુ,ઈન્ડોનેશિયા - આ ટાપુ પર આવેલા તિમોર અને વેટાર ના ઉષ્ણકટિબંધીય જંગલોમાં 'કેપ્રીમુલગસ રીટા' નામની નાઈટજર્શ પક્ષીની નવી પ્રજાતિ જોવા મળી.

વિશ્વ ની પ્રથમ કાર્બન ફાઇબર હાઈ સ્પીડ ટ્રેન 'સેટ્રોવો 1.0' - આ ટ્રેન ચીનના શેંડોંગ પ્રાંતના કિવંગડા શહેરમાં શરૂ કરવામાં આવી છે.

મિનામી ટોરિશિમા ટાપુ, પેસિફિક સમુદ્ર - સંશોધકોએ સમુદ્રતળની નીચે લગભગ 230 મિલિયન મેટ્રિક ટન દુર્લભ પૃથ્વી ખનિજનો વિશાળ જથ્થો શોધી કાઢ્યો.

સુલાવેસી ટાપુ, ઈન્ડોનેશિયા - સંશોધકોએ વિશ્વની સૌથી જૂની (આશરે 51200 વર્ષો જૂની) ગુફા પેઇન્ટિંગની શોધ કરી.

Post a Comment

0 Comments